Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News: ચોમાસુ સત્રમાં હાજરી માટે ચૈતર વસાવાને 7 દિવસના જામીન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ સાત દિવસ સુધી આ જામીન અમલમાં રહેશે.ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની કેદની સજા ભોગવી રહેલા વસાવા હાલ વડોદરાની જેલમાં છે. હાઈકોર્ટના આદેશ મુજબ જામીનના સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગરની બહાર જઈ શકશે નહીં તેમજ લોકોને કે મીડિયાને સંબોધિત કરી શકશે નહીં. મીડિયા ઈન્ટરવ્યૂ આપવા પર પણ પ્રતિબંધ રહેશે.આ દરમિયાન તેઓ માત્ર વિધાનસભાની કાર્યવાહીમાં હાજરી આપી શકશે. અગાઉ 24 ઓગસ્ટે કરાયેલી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જોકે, હવે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરીના હેતુસર સાત દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.