નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે LPG પુરવઠામાં સર્જાયેલી તંગી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ LPG સિલિન્ડરનું પુનઃબુકિંગ 45 દિવસ બાદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હવે પુરવઠાની સ્થિતિ સામાન્ય થતાં કેન્દ્ર સરકારે આ મુદત ઘટાડીને 25 દિવસ કરી છે.




