Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News: દુર્ગા પૂજા દરમિયાન ડીજે પર પ્રતિબંધ, સમિતિઓને રૂ.1 લાખની સહાય

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી દુર્ગા પૂજાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો અને બાર બંધ રાખવા ઉપરાંત દુર્ગા પૂજા તથા વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે.પૂજા સમિતિઓને મૂર્તિ, પંડાલ અને થીમ એવી રીતે તૈયાર કરવા સૂચના અપાઈ છે કે કોઈની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે. થીમ આધારિત પૂજાને મંજૂરી રહેશે, પરંતુ પરંપરા અને ધાર્મિક ભાવનાનું ધ્યાન રાખવું પડશે.

સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોલકાતાના રેડ રોડ અને કેથેડ્રલ રોડ સહિત 13 મુખ્ય માર્ગો પર પૂજા સંબંધિત કાર્યક્રમોને મંજૂરી નહીં મળે. વિસર્જન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે અને વિસર્જન દરમિયાન ક્રેનના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે દુર્ગા પૂજા સમિતિઓને રૂ.1 લાખની નાણાકીય સહાય તેમજ વીજળીના શુલ્કમાં 100 ટકા માફીની જાહેરાત કરી છે. ઉચ્ચ બજેટ ધરાવતી અને સરકારી સહાયની જરૂર ન હોય તેવી સમિતિઓને ગ્રાન્ટ સ્વૈચ્છિક રીતે છોડવા અપીલ કરવામાં આવી છે.