નવી દિલ્હી: 2026-27 દરમિયાન ભારતમાં અત્યંત શક્તિશાળી અલ-નીનોની સંભાવનાને લઈને 180થી વધુ પર્યાવરણ અને હવામાન વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. 16 સપ્ટેમ્બરે ઝેનોડો પર પ્રકાશિત સંશોધન અહેવાલમાં નવેમ્બર 2026થી દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી અને સૂકું હવામાન રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વૈજ્ઞાનિકોએ સરકાર અને સંશોધન સંસ્થાઓને સ્થાનિક સ્તરે હવામાન કેન્દ્રો સ્થાપી અત્યારથી જ રિયલ-ટાઇમ મોનિટરિંગ અને આગોતરું આયોજન શરૂ કરવા અપીલ કરી છે.




