Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બિહારમાં રામપુર શ્યામચંદ ગામ નજીક ગંગા નદીમાં હોડી પલટી જતાં ભારે અફરાતફરી મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બિહારના હાજીપુરમાં રાઘોપુર વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક ગંગા નદીમાં હોડી પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જયારે હોડી પર 15થી 20 લોકો સવાર હતા અને તેઓ જમણવારમાં જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 11 લોકોનાં ડૂબવાથી મોત નીપજયા હતા. મળતી માહિતી અનુસાર, હોડી પર સવાર તમામ લોકો એક કાર્યક્રમમાં જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ગંગા નદીમાં અચાનક હોડી પલટી ગઈ હતી. હોડી પલટતાની સાથે જ સવાર તમામ લોકો નદીમાં ખાબક્યા હતા.

બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ-પ્રશાસનને આ અંગે જાણ કરવામાં આવી હતી. ગંગા નદીમાં હોડી પલટવાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલ હોડી પલટવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સ્થાનિક પ્રશાસન અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.(સૌજન્ય)