Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લોન અપાવવાના નામે રૂ. 23.67 લાખની છેતરપિંડી, દિલ્હીના બે આરોપી ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા: બેંક લોન અપાવવાના નામે નાગરિકો સાથે રૂ. 23.67 લાખની છેતરપિંડી કરવાના બે અલગ-અલગ કેસમાં વડોદરા સાયબર ક્રાઇમે દિલ્હીના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને વડોદરા લાવી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસ મુજબ, આરોપીઓ લોનના વ્યાજ, ટોપ-અપ સહિતની પ્રક્રિયાના બહાને નાણાં પડાવતા હતા અને બનાવટી ઈ-મેઇલ મારફતે એનઓસી પણ મોકલતા હતા. ટેક્નિકલ તપાસ દરમિયાન મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈડીના આધારે પોલીસ દિલ્હી સુધી પહોંચી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્રકુમાર લાલચંદ્ર મૌર્ય (29), મૂળ નોઈડા અને અભિષેકકુમાર વિમલકુમાર, પૂર્વ દિલ્હીના રહેવાસી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઓફિસ જેવો સેટઅપ ઊભો કરી ટેલિકોલર્સ મારફતે છેતરપિંડી કરવામાં આવતી હતી.પોલીસે આરોપીઓ પાસેથી સાત મોબાઇલ ફોન, બે લેપટોપ, બે રાઉટર, છ સિમકાર્ડ, બે પાસબુક અને એક ચેકબુક જપ્ત કરી છે. આ ગુનામાં અન્ય લોકોની સંડોવણી અને છેતરપિંડીની સમગ્ર પદ્ધતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ( Courtesy)