
મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં શેરૂલા ગામથી લીંબી ગામ તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે આવતાં ભુરીવેલ ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ભુરીવેલ ગામના નિશાળ ફળિયામાં રહેતા કૃણાલભાઈ અશોકભાઈ ગામીત નાઓ ગત તારીખ 30/10/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/D/549 લઈને શેરૂલા ગામથી લીંબી ગામ તરફ જતા રોડ ઉપરથી પસાર થતો હતો. તે સમયે બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કૃણાલભાઈની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં કુણાલભાઈના માથાનાં ભાગે તથા મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે પહેલા સોનગઢ સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું અને ત્યારબાદ સુરત નિર્માણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા ગત તારીખ 02/11/2023નાં રોજ સારવાર દરમિયાન કુણાલભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ વંગે કુણાલભાઈની માતા અરુણાબેન અશોકભાઈ ગામીતની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



