Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અગાઉ લીધેલ રૂપિયા બાબતે તકરાર થતાં યુવક પર હુમલો થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં અગાઉ લીધેલા રૂપિયા બાબતે તકરાર થતાં ફતેગંજનાં યુવક પર હુમલો કરનાર સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ફતેગંજ કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતો અયાઝ આસીફભાઇ શેખ સયાજી હોસ્પિટલમાં નોકરી કરે છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, કલ્યાણ નગર વુડાના મકાનમાં રહેતા મોહસીન મજીદભાઇ રાઠોડના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી હું ત્યાં હતો. સવારે પાંચ વાગ્યે અમારા સંબંધી મોહંમદહુસેન ઝાફરભાઇ શેખ પાસેથી અગાઉ લીધેલા પૈસા બાબતે મારે ઉંચા અવાજે વાતચીત થતી હતી. તે દરમિયાન હુસેનનો ભાઇ નદીમે આવીને મારું ગળું પકડી લીધું હતું. તેણે મને કોઇ સાધન વડે માર મારી ઇજા પહોંચાડી હતી. હું સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે  ગયો હતો. પરંતુ, સારવાર કરાવ્યા વગર હું પરત ઘરે આવી ગયો હતો. ત્યાં નદીમ શેખે ફરીથી મારી સાથે ઝઘડો કર્યો હતો.