Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી, આવતીકાલથી થશે બજેટ સત્ર શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સરકારે તમામ પક્ષોને આજે 11.30 વાગ્યે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાંકીય વર્ષ માટે પોતાના એજન્ડા રજૂ કરશે. આ ઉપરાંત સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે. આ વખતે સરકારનું બજેટ સત્ર તારીખ 31 જાન્યુઆરીથી તારીખ 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ તારીખ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી બાદ નવી સરકારના નાણાંકીય સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. બજેટ સત્ર પહેલા સરકારે આજે સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે જે એક પરંપરાગત બેઠક છે, જે દર વર્ષે બજેટ સત્ર પહેલા યોજાય છે.