વિવાદોમાં રહેનાર મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે નિધન થયુ છે. પૂનમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટ્રેસના મોતના સમાચાર શેર કરવામાં આવ્યા છે. પૂનમના અચાનક મોતના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યુ છે, ‘આ સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને એ જણાવતા ખૂબ દુ:ખ થઈ રહ્યુ છે કે અમે સર્વાઈકલ કેન્સરના કારણે પોતાની વ્હાલી પૂનમને ગુમાવી દીધી છે.
તેમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ તેમને પ્રેમથી મળ્યા. દુ:ખના આ સમયમાં અમે પ્રાઈવસીની વિનંતી કરીશુ. અમે તેમને અમારા દ્વારા શેર કરવામાં આવેલી દરેક વાત માટે પ્રેમપૂર્વક યાદ કરીશુ.’ પૂનમ પાંડેના મોતના સમાચારથી ચાહકો શોકમાં ડૂબી ગયા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. પૂનમ પાંડે એક ફેમસ મોડલ હતી.
વર્ષ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એક વીડિયો મેસેજના કારણે તેની લોકપ્રિયતા વધી ગઈ હતી. ત્યારે તે પહેલી વખત વિવાદોમાં આવી હતી. પૂનમ પાંડેને છેલ્લી વખત કંગના રનૌતના રિયાલિટી શો માં જોવામાં આવી હતી. પૂનમ સેમ બોમ્બે સાથે લગ્ન કરીને ખૂબ ચર્ચામાં રહી હતી. આ લગ્ન તમામ માટે એક સરપ્રાઈઝની જેમ હતા. જોકે તેમના લગ્ન ટકી શક્યા નહોતા. તેણે વર્ષ 2020માં પોતાના લગ્નના તાત્કાલિક બાદ પોતાના પતિ સેમ બોમ્બે પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો.




