વ્યારા તાલુકાનાં કેળકુઇ ગામનાં ગોડાઉન ફળિયામાં રહેતી ૨૧ વર્ષીય દીપીકાબેન ચંદ્રકાંતભાઈ ચૌધરી ગત તારીખ ૦૩એ રોજ સવારે ૦૯ વાગ્યે પોતાના ઘરની સામે કપડાં ધોતી હતી. તે સમયે દીપીકાબેનનાં ઘરની નજીકમાં રહેતો તુષાર ઉદેસીંગભાઈ ચૌધરી હાથમાં કુહાડી લઈ આવી દીપિકાબેનનાં માથામાં કુહાડી મારી દીધી હતી. જોકે તુષાર ચૌધરી બીજીવાર કુહાડી મારવા જતો હતો ત્યારે દીપિકાબેનએ પોતાના હાથમાં રહેલી થાપીથી કુહાડીનો માર અટકાવ્યો હતો પરંતુ કુહાડી દીપિકાબેનના હાથમાં વાગી જતા તેણી લોહીલુહાણ થઈ જતા દીપિકાબેનએ બુમાબુમ કરતા આસપાસમાંથી દોડી આવેલા પરિવારજનોએ તેને બચાવી સારવાર માટે પહોંચાડી હતી અને યુવતીને માથામાં પાંચ ટાંકા લઈ સારવાર લેવી પડી હતી. બનાવ અંગે દીપીકાબેનએ વ્યારા પોલીસ મથકે તુષારભાઈ ઉદેસીંગભાઈ ચૌધરી (રહે.કેળકુઇ ગામ, વ્યારા)નાં સામે ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



