Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વર્લ્ડ બેંક પછી IMFએ પણ ભારતનાં જીડીપીનાં વિકાસનાં અંદાજમાં વધારો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વર્લ્ડ બેંક પછી આઇએમએફએ પણ ભારતનાં જીડીપીનાં વિકાસનાં અંદાજમાં વધારો કર્યો છે. આઇએમએફએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલનાં ઉંચા ભાવ અને જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ છતાં મજબૂત ઘરેલુ માંગ અને સર્વિસ સેક્ટરનાં સારા દેખાવને કારણે ભારતમાં વિકાસને ટેકો મળી રહ્યો છે.ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડએ વર્તમાન નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૪૦ ટકા પરથી વધારી ૭ ટકા કર્યો છે. ઘરઆંગણે માંગ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને કારણે વૈશ્વિક આર્થિક સંક્ટ સામે ટકી રહેવામાં ભારતને મદદ મળી છે. ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભૌગોલિક રાજકીય તંગદિલી વચ્ચે પણ આઈએમએફ દ્વારા આર્થિક વિકાસ દરમાં જુલાઈની સરખામણીએ વધારો કરાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૮ માટેના જીડીપી અંદાજને પણ ૬.૭૦ ટકા પરથી વધારી ૭ ટકા કરાયો છે. જે ભારતના આર્થિક વિકાસ દરની ગતિ વર્તમાન નાણાકીય વર્ષ પછી પણ જળવાઈ રહેવાના સંકેત આપે છે. ભારતમાં આર્થિક પ્રવૃત્તિ અગાઉની ધારણાં કરતા ઘણી સારી રહેવા સાથે વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારત ઝડપથી વિકસતો દેશ જળવાઈ રહ્યો છે.

વિશ્વની અન્ય કેટલીક રેટિંગ એજન્સીઓએ પણ ભારત માટેના પોતાના અંદાજમાં તાજેતરમાં વધારો કર્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર આશ્ચર્યકારક રીતે વધી ૭.૮૦ ટકા આવ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ તેની વર્તમાન મહિનાની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં આર્થિક વિકાસ દરના અંદાજને ૬.૭૦ ટકા પરથી વધારી ૭.૧૦ ટકા કર્યો છે.

ઊર્જાના ઊંચા ખર્ચ વચ્ચે પણ ઘરઆંગણે માંગમાં સ્થિતિસ્થાપકતા અને સેવા ક્ષેત્રની મજબૂત પ્રવૃત્તિને કારણે ભારત વૈશ્વિક આર્થિક ખલેલો વચ્ચે ટકી રહ્યું હોવાનું ધ્યાનમાં રાખી અંદાજમાં વધારો કરાયો હોવાનું આઈએમએફ દ્વારા તેના ઓકટોબર વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહ્યો હતો. ભારતમાં લોક સંખ્યાને લગતી સાનુકૂળ ગતિશીલતા, મોટા તથા વિસ્તરણ કરી રહેલા ઘરેલુ બજારો તથા સતત માળખાકીય સુધારા વિકાસને ટેકો પૂરો પાડતા પરિબળો બની રહ્યા છે. વિકાસ અંદાજમાં સુધારા છતાં કોમોડિટીના ઊંચા ભાવ તથા બાહ્ય અસમતુલા તરફથી ભારત જોખમોનો સામનો કરી રહ્યું છે.