Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી પડી ભારે : સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, પોલીસે 8 આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજકોટનાં જંગ્લેશ્વર વિસ્તારમાંથી સગીરા પર સામૂહિક દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ 7 ઈસમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી પામી હતી. બનાવની વિગત એવી છે કે, પીડિતાની જ એક બહેનપણીએ તેને મોબાઈલ ફોન આપીને મુખ્ય આરોપી ડેવિલ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કરાવ્યો હતો. ડેવિલે સગીરાનો વિશ્વાસ જીતી લીધા બાદ ગત તારીખ 29 માર્ચ 2026 નારોજ પોતાના સાથીદાર સાહીલ ઉર્ફે ઝેરીને બાઇક લઈને તેને તેડવા મોકલ્યો હતો.

સાહીલ સગીરાને જંગલેશ્વર ખાતે પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં ડેવિલે તેને ડરાવી-ધમકાવીને અવારનવાર હવસનો શિકાર બનાવી હતી. જયારે સિલસિલો અહીં જ ન અટકતા, સગીરાની તે જ બહેનપણીએ ત્યારબાદ તેનો પરિચય મિહીર કુગશીયા નામના શખ્સ સાથે કરાવ્યો હતો. જેથી ગત તારીખ 6 મે 2026 નારોજ મિહીર સગીરાને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતે ‘પોલીસ’ હોવાની ખોટી ઓળખ આપી, ડર બતાવીને સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

વધુમાં આરોપી મિહીર અગાઉ પણ 6 વખત નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યો છે. જયારે સગીરા આ જાળમાં સગીરા વધુને વધુ ફસાતી ગઈ અને જેમાં પડોશમાં રહેતા રજાક ઠેબાએ પણ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ તારીખ 16 મે 2026 નારોજ રજાક સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત, સુલતાન સલીમભાઇ સવાણ નામના અન્ય એક શખ્સે પણ સગીરાની જાતીય સતામણી કરી હોવાનું ખુલ્યું હતું.

જ્યારે 17 મે 2026 નારોજ આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદાર સગીરાને એક સફેદ રંગની સ્વિફ્ટ કારમાં બેસાડી ગયા હતા. ચાલતી કારમાં રજાકે સગીરાને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આ ત્રણેય નરાધમોએ કારની અંદર જ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભોગ બનનાર સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે એક સગીરા (બહેનપણી) સહિત ડેવિલ, સાહીલ, મિહીર, રજાક, ધવલ, આશીફ અને સુલતાન એમ કુલ 8 આરોપીઓ સામે BNS અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.