તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

તાપી : કાર ચાલકને દારૂનાં જથ્થા સાથે પકડી પાડ્યો, રૂપિયા ૨.૩૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં રાનવેરી ગામનાં સડક ફળિયામાં રોડની સાઈડમાં આવેલ ખેતરમાંથી તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી રૂપિયા ૧,૨૭,૨૦૦/-નો વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કુલ રૂપિયા ૨,૩૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે પોલીસ ચોપડે બે જણાને વોન્ટેડ જાહેર કરવમાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૮/૦૯/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બુહારી ચાર રસ્તાથી પરત વાલોડ તરફ આવતા ગોલણ ગામનાં પાટીયા પાસે બુહારીથી વાલોડ તરફ આવતા વાહન ચેક કરતા હતા. તે દરમિયાન બુહારી તરફથી એક સફેદ કલરની કાર પુરઝડપે આવતા અને તેના આગળનાં ભાગે કોઈ રજીસ્ટ્રેશન નંબર લગાવેલ ના હતો જેથી પોલીસે કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલક તથા બાજુની સીટ ઉપર બીજો એક ઈસમ બેસેલ હતો.

પરંતુ કાર ચાલકે પોતાની કાર પુરઝડપે વાલોડ તરફ હંકારી મૂકી હતી જેથી પોલીસને પ્રોહી. અંગેની શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો. પરંતુ કાર ચાલકે રાનવેરી ગામનાં સડક ફળિયા આગળ આવતા ત્યાં આગળ કાર નંબર જીજે/૦૫/સીકયુ/૦૨૪૨ને રોડની સાઈડમાં ખેતરમાં પલ્ટી ખાધેલા તેમજ ખેતરમાં ઉભેલ જી.ઈ.બી.નાં લાઈટનાં થાંબલા સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે જી.ઈ.બી.નાં લાઈટનો થાંબલા તેમજ વીજતાર તુટી પડ્યો હતો અને ત્યાં અથડાઈ ગયેલ કારમાંથી એક ઈસમ બહાર નીકળ્યો હતો અને તેને શરીરે ઈજા પહોંચી હતી. જયારે બાજુમાં બેસેલ ઈસમે ભાગી છૂટ્યો જેનું નામ પોપટ હોવાનું જાણવા મળ્યું હતું અને કારમાંથી નીકળેલ ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, જૈકેશ ફૂલચંદ યાદવ (ઉ.વ.૨૯., રહે.ગુંજન હાઉસિંગ, વાપી, જિ.વલસાડ., મૂળ રહે.લુચુઈ ગામ, લાલઘાટ, જિ.આઝમગઢ, યુ.પી) હોવાનું જણાવ્યું હતું તેમજ પકડાયેલ ઈસમને ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે કારમાં તપાસ હાથ તેમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વ્હિસ્કી તથા ટીનની નાની-મોટી બાટલીઓ મળી કુલ રૂપિયા ૧૭૫૨ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧,૨૭,૨૦૦/- હતી. આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૨૭,૨૦૦/- તથા બે નંગ મોબાઈલ અને કાર જેની કિંમત ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૩૭,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જયારે ભાગી છુટેલ ઈસમ અને પ્રોહી. મુદ્દામાલ ભરાવી આપનાર અને મોકલનાર નસીમ (રહે.વાપી)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.