તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

ગુજરાતમાં ૨૧ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા: રાજ્યમાં સક્રિય થયેલી વિવિધ ચોમાસુ સિસ્ટમોના પ્રભાવથી આગામી ૨૧ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ૧૬ ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે. ૧૭થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

હાલ રાજ્યમાં સિઝનનો સરેરાશ ૬૭૧.૩૪ મિ.મી. એટલે કે ૭૩.૮૬ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૦.૬૭ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૩૩ તાલુકાઓ પૈકી ૩૬ તાલુકાઓમાં ૧૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ વરસ્યો છે.

દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમ ૮૭.૫૯ ટકા ભરાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૬૫.૫૫ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ૨૭ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે ૪૦ ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરિયામાં ભારે પવન અને કરંટની શક્યતાને પગલે માછીમારોને ૧૫થી ૧૭ ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.