તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

તાપી જિલ્લામાં લખપતી દીદી કાર્યક્રમની તૈયારી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી ૬ઠ્ઠી માર્ચના રોજ વ્યારા, સોનગઢ, વાલોડ અને નિઝર ખાતે યોજાશે લખપતી દીદી કાર્યક્રમ – રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં આગામી તા.૦૬-૦૩-૨૦૨૪ બુધવારના રોજ સમગ્ર રાજ્યમાં ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તાપી જિલ્લામાં આગામી ૬ઠ્ઠી માર્ચના રોજ વ્યારા, સોનગઢ, વાલોડ અને નિઝર તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે ‘લખપતી દીદી’ કાર્યક્રમ યોજાશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેતૃત્વમાં મિશન મંગલમ વિભાગ હેઠળ બહેનોએ મેળવેલ વિવિધ સહાય અને લાભોના વિતરણ અંગે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં લાભાર્થી બેહેનોને મહાનુભાવોને હસ્તે લાભોના વિતરણ, લાભાર્થીઓ દ્વારા પોતાને મળેલા લાભો અંગે પ્રતિભાવો રજુ કરશે. તથા આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી જોડાઇ વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, ફુડ પેકેટ, સહિત આનુસાંગિક બાબતો અંગે સમિક્ષા કરવામાં આવી હતી.