Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર, ૧૫ જિલ્લામાં ૪૬.૮૮ લાખ લોકો અસરગ્રસ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પટણા : બિહારમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગંગા સહિતની અનેક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને અનેક સ્થળે બંધમાં ભંગાણ પડ્યું છે. રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ૪૬.૮૮ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.ભાગલપુર જિલ્લામાં બંધમાં ચાર સ્થળે ભંગાણ થયું છે. ગોપાલપુરમાં બ્રહ્મોત્તાર બંધનું ભંગાણ રાતોરાત રિપેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત સ્થળોએ કામગીરી ચાલી રહી છે. રાંગ્રા વિસ્તારમાં ધોબાનિયા બંધમાં આશરે ૨૦ ફૂટનું ખવાણ થતાં પૂરના પાણી રોડ તરફ પ્રવેશ્યા હતા. વાંસના થાંભલા, રેતીની બેગો અને પ્લાસ્ટિક શીટથી તાત્કાલિક સુરક્ષા કામગીરી હાથ ધરાઈ છે.

પૂરથી ૮૮ બ્લોકની ૫૬૧ ગ્રામ પંચાયતો અસરગ્રસ્ત બની છે. ભાગલપુર, પટણા, સારણ, વૈશાલી, બેગુસરાઇ, કટિહાર, પૂર્ણિયા અને બક્સર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ કફોડી છે. અસરગ્રસ્ત બંધો પર ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. નેપાળ અને બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ એટલે કે ૯૦ મિમી વરસાદ નોંધાયો છે.