ગાંધીનગર: પંદરમી ગુજરાત વિધાનસભાનું નવમું એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સત્ર દરમિયાન ત્રણ બેઠકોમાં કુલ ૧૮ કલાક અને ૩૨ મિનિટ સુધી ગૃહની કામગીરી ચાલી હતી.
વિધાનસભાની કામગીરી અને લોકશાહી પ્રક્રિયા નિહાળવા રાજ્યભરમાંથી ૫,૨૪૬ પ્રેક્ષકોએ મુલાકાત લીધી હતી. સત્રની સફળતા બદલ પ્રવક્તા મંત્રી વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પક્ષ-વિપક્ષના ધારાસભ્યો અને સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.




