Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં રાહત, 60 તાલુકામાં વરસાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન શનિવારે સવારે 6થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.ડાંગ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. મહીસાગરના લુણાવાડા અને પંચમહાલના ગોધરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.અમરેલી જિલ્લાના જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.દરમિયાન 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદથી પાકને જીવનદાન મળવાની આશા જાગી છે.