તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કેન્દ્રીય ગૃહમંત્રીના એડિટેડ વીડિયો કેસ : દિલ્હી પોલીસના IFSO યુનિટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને મોકલ્યું સમન્સ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોના મામલે દિલ્હી પોલીસના IFSO યુનિટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ  મોકલવામાં આવ્યું છે. તેલંગાણાના સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના આ યુનિટે સીએમ રેવંત રેડ્ડીને 1 મેના રોજ તપાસમાં સામેલ થવા કહ્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને એ પણ માહિતી આપી છે કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રીને તેમનો મોબાઈલ ફોન સાથે આવવા કહ્યું છે જેના દ્વારા નકલી વીડિયો X પર શેર કરવામાં આવ્યો હતો.

અત્રે જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે રવિવારે ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધ્યો હતો. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈટી એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હવે પોલીસ આ કેસમાં દેશના અલગ-અલગ સ્થળોએથી ધરપકડ કરી શકે છે.