Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નેપાળમાં હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા થઇ ગયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭૧૨૬ મીટર ઉંચા હિમલંગ હિમાલ શિખરનાં બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઇ ગયો હતો. જેમાં ૯ પર્વતારોહકો અને ૧૩ સહાયક કર્મચારીઓ હતાં. આ ઘટના પછી લગભગ એક ડઝન લોકો લાપતા થયા છે તેમ આર્મ્ડ પોલીસ ફોર્સનાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શૈલેન્દ્ર થાપાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઘટનામાં જાનહાનિ થવાની પણ આશંકા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાપતા થયેલા તમામ લોકો નેપાળનાં નાગરિકો છે. બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગનાં ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે. નેપાળનાં પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે આ ઘટના બની છે. જેના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યાંનાં સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, ગુરુવારથી નેપાળથી પડી રહેલા સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની નવી ઘટનાઓ સામે આવી છે. અનેક મકાનો તણાઇ ગયા છે અને રસ્તા પરની અવરજવર ખોરવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા આવેલા પૂરમાં ૧૪૫૩ લોકોનાં મોત થયા હતાં અને ૫૦૦૦થી વધુ લોકો લાપતા થયા હતાં.(સૌજન્ય)