Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બેંગલુરુનાં કેમ્પેગૌડા એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટનાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E 6542 સાથે લેન્ડિંગ દરમિયાન રનવે પર એક અસામાન્ય ઘટના સામે આવી હતી. ભારે પવન અને પ્રતિકૂળ હવામાન વચ્ચે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે વિમાનનો રનવે સાથે અસામાન્ય સંપર્ક થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી અને વિમાનમાં સવાર તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત બહાર આવી ગયા છે. હાલ આ ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે વિમાનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇન્ડિગો એરલાઇન્સના સત્તાવાર પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, ઘટના બાદ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ તમામ સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓને આ અંગે તુરંત જાણ કરી દેવામાં આવી છે. એન્જિનિયરિંગ ટીમ દ્વારા હાલ વિમાનના મેન્ટેનન્સ અને સંભવિત ખામીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જ આ વિમાનને ફરીથી ઉડાન ભરવાની પરવાનગી અપાશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ઇન્ડિગોની વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. 22 સપ્ટેમ્બર 2026 ના રોજ લંડન હિથ્રોથી નવી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ 6E 04 ને ટેકઓફ કર્યાના આશરે 1 કલાક બાદ વચ્ચેથી જ યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.

વિમાન ઉડાન ભર્યાના થોડા જ સમયમાં પાઇલટ્સને ટેકનિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીને પાઇલટ્સે વિમાનને જોખમી રીતે આગળ વધારવાને બદલે સુરક્ષિત રીતે પોતાના બેઝ એરપોર્ટ એટલે કે લંડન હિથ્રો ખાતે પાછું ઉતાર્યું હતું. આ ઘટના બાદ મુસાફરોને થયેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને એરલાઇન વહીવટીતંત્ર દ્વારા તમામ યાત્રીઓ માટે હોટલમાં રોકાણ અને ભોજનની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.(સૌજન્ય)