Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુંબઈમાં લાલબાગચા રાજાનું ભારે ભીડ વચ્ચે સમુદ્રમાં વિસર્જન કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈમાં ગણેશોત્સવ ભવ્ય રીતે પૂર્ણ થયા બાદ બીજા દિવસે પણ ગણપતિ વિસર્જનની શોભાયાત્રાઓનો ધમધમાટ યથાવત્ રહ્યો હતો. ગતરોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૩૬,૧૨૮ ગણપતિ મૂતઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમાં ૬,૯૩૬ સાર્વજનિક ગણપતિ, ૨૮,૬૩૮ ઘરેલુ ગણપતિ અને ૫૫૪ હરતાલિકા મૂતઓનો સમાવેશ થાય છે. ગણપતિનું વિસર્જન દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયા……..પુડચા વરસી લઉ કારીયા……આવા બધા સાથે નારા સાથે મુંબઈના ગણેશ ભક્તોએ ભાવભીની ગણેશજીને વિદાય આપી હતી. મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ, આ વર્ષે સમગ્ર ગણેશોત્સવ દરમિયાન બે લાખથી વધુ ગણપતિ મૂતઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

૧૨ દિવસ ચાલેલો ગણેશોત્સવ પૂર્ણ થયો હતો, પરંતુ મોટા ગણપતિ મંડળોની શોભાયાત્રાઓ ચાલુ રહી હતી. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાનું ગતરોજ સવારે ૧૦.૫૦ વાગ્યે ભારે ભીડ વચ્ચે અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંપરાગત પૂજા અને આરતી બાદ ગણપતિની મૂતને બાર્જ પર લઈ જવામાં આવી હતી અને સ્થાનિક માછીમારોની સાથે તેને દરિયામાં ઊંડા પાણી સુધી લઈ જવાઈ હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ વિસર્જન  હાજર રહ્યા હતા.

તેઓ ગણેશોત્સવ દરમિયાન અનેક વખત લાલબાગચા રાજાના દર્શન કરવા ઉપરાંત વિસર્જન શોભાયાત્રામાં પણ જોડાયા હતા. ચિંચપોકલીચા ચિંતામણીની મુરતીનું સવારે આશરે ૧૦ વાગ્યે વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાલબાગના બાલ ગણેશ મંડળના બલ્લાળેશ્વર ગણપતિનું આશરે ૧૧ વાગ્યે વિસર્જન કરાયું હતું.

લાલબાગચા રાજા અને ચિંતામણી ગણપતિની વિસર્જન શોભાયાત્રા ૨૧ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મુંબઈના અન્ય ભાગોમાં પણ ઉત્સાહભેર વિસર્જન શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી હતી.પરંપરાગત ઢોલ-તાશા મંડળીઓ સાથે અનેક શોભાયાત્રાઓ નીકળી હતી, જ્યારે ભક્તોએ ભક્તિ ગીતો પર નૃત્ય કર્યું હતું. મુંબઈ પોલીસ અને બીએમસીએ ઉત્સવના અંતિમ દિવસે સુરક્ષિત વિસર્જનની સુવિધા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના રસ્તાઓ પર ૨૪ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા હતા, જ્યારે પાલિકાએ ૨૫ હજાર કર્મચારીઓને તૈનાત કર્યા હતા. પાલિકાએ ૬૭ કુદરતી વિસર્જન સ્થળો અને ૩૮૩ કૃત્રિમ તળાવો પર લાઇફગાર્ડ્સ, એમ્બ્યુલન્સ, તબીબી ટીમો અને ક્રેન્સ તૈનાત કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.(સૌજન્ય)