Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લાનાં દિવ્યાંગ મતદારો લોકશાહીનાં ઉત્સવમાં હર્ષભેર જોડાઇ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા  અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તાર પર આજે વહેલી સવારથી જ મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર મતદાતાઓ માટે પ્રાથમિક અને આરોગ્યલક્ષી સુવિધાઓની પૂરતી કાળજી લેવામાં હતી.

 

દિવ્યાંગ મતદારો માટે પણ તંત્ર દ્વારા વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લાના જરૂરિયાત ધરાવતા અંદાજિત ૨૧૪ મતદાન મથકો ઉપર સ્વયંસેવકો દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોના મદદ માટે હાજર રહ્યા હતા. તેમજ કુલ ૪૮૬ મતદાન મથક પર ૩૩૯ જેટલી વ્હીલચેરની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. જેની મતદારોએ સરહના કરી હતી. સ્વયંસેવકોએ વ્હીલચેરના માધ્યમથી અશક્ત મતદારોને મતદાન મથક સુધી પહોંચાડયા હતા.

 

ઉપરાંત, સ્વયંસેવકો અશક્ત-દિવ્યાંગ અને વયોવૃદ્ધની મદદ માટે ખડેપગે ફરજ પર હાજર રહ્યા હતા. મતદારોને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે તેની તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. યુવાવર્ગ, મહિલાઓ, વડીલો સહિત દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારો આગળ આવીને લોકશાહીના મહાપર્વની રંગેચંગે ઉજવણી કરી હતી.