Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : વ્યારા પોલીસ સ્ટેશનનો પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી વ્યારા કોર્ટની બહારથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા કોર્ટની બહારથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારા કોર્ટની બહારથી મુકેશ રમેશભાઈ ધોડી (ઉ.વ.42., રહે.સડક ફળિયું, જમ્બુરી ગામ. તા.ઉમરગામ, જિ.વલસાડ)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.