Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જુલાઇ 2024માં GST કલેક્શન 10 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા રહ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જુલાઇ 2024માં કુલ GST કલેક્શન 10 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે જુલાઇ 2023માં 1.65 લાખ કરોડ હતું. ગત વર્ષના સમાન મહીનાની સરખામણીમાં જુલાઇ 2024માં 10.3 ટકા જેટલુ વધારે GST ક્લેક્શન થતાં સરકારના ભંડોળમાં ધરખમ વધારો થયો છે. જૂન 2024માં 1.74 લાખનું ક્લેક્શન થયું હતું તેમ સૂત્રોએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, 1 જુલાઇ, 2024ના રોજ નાણા મંત્રાલયે GST ક્લેક્શનનો ડેટા જાહેર કર્યું નહોતું. જોકે આ મહિને GST કાઉન્સિલે તેના પોર્ટલ પર આ ડેટા અપલોડ કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-જૂલાઇ)માં અત્યાર સુધી કુલ GST કલેક્શન 7.39 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જૂલાઇ, ૨૦૨૪ના 1.82 લાખ કરોડ રૂપિયાના કુલ જીએસટી કલેક્શનમાં ઇન્ટેગ્રેટેડ જીએસટી 47,009 કરોડ રૂપિયા અને સ્ટેટ GST 40,289 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2024માં GST કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ચાલુ નાણાકિય વર્ષ 2024-25ના એપ્રીલ મહિનામાં 2.10 લાખ કરોડ GST ક્લેક્શન થયું હતું જે રેકોર્ડ છે.

નાણામંત્રાલયે નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સનો માસિક ડેટા હવેથી GSTની વેબસાઇટ https://www.gst.gov.in ન્યૂઝ એન્ડ અપડેટ્સ સેક્શનમાં ઉપલબ્ધ થશે. હવેથી GST ક્લેક્શનનો ડેટા આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૨૪ના જીએસટી કલેક્શનના આંકડા મજબૂત અર્થતંત્રમાં તેજી દર્શાવે છે. GSTમાં વૃદ્ધિ માટે ટેક્સ વિભાગની સાથે વ્યવસાય જગતની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કલેકશનમાં ઉલ્લેખનીય વૃદ્ધિથી જીએસટી સુધારાઓને આગળ વધારવાની આશા છે.