Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : પ્રોહીબીશનનાં ગુન્હાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત ગ્રામ્ય જિલ્લાનાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાના સીંગી ફળિયાના ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૧/૦૮/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વ્યારાના સીંગી ફળિયાના ત્રણ રસ્તા પાસેથી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી શ્રવણ ચંપકભાઈ ગામીત (ઉ.વ.૨૯., રહે.પુલ ફળિયું, વ્યારા, હાલ રહે.કટાસવાણ ગામ, સીંગલ ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.