Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : કારમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ત્રણ રસ્તા પાસેના હાઈવે પરથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂ ભરી કારમાં લઈ જતો સોનગઢનો એક યુવક ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ 01/08/2024ના રોજ પ્રોહી. અંગેની પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ તરફથી એક સફેદ કલરની કાર નંબર GJ/15/CD/4464માં એક ઈસમ ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ભરી વ્યારા તરફ આવે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ટીચકપુરા ત્રણ રસ્તા પાસેના હાઈવે પર વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી કાર આવતાં જોઈ પોલીસે કાર ઉભી રખાવી હતી અને કાર ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, રાહુલ ઉર્ફે વિક્કી રાજુભાઈ સોનાર (ઉ.વ.31., રહે.દર્શન સોસાયટી, સોનગઢ, જિ.તાપી)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ હાથ ધરતા વચ્ચેની શીટના ભાગે કાળા કાપડ નીચે ઈંગ્લીશના બોક્ષ તથા પ્લાસ્ટિકની મોટી કોથળીમાં છુટક બાટલીઓ તેમજ ડીકીમાં જોતા ડીકીમાંથી પણ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાટલીઓને ગણતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની કુલ 1,680 નંગ બોટલો મળી આવી હતી.

જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો રવિ રોહીદાસભાઈ સાકટ (રહે.પ્રભાકર કોલોની, બસ સ્ટેશનની પાછળ, નવાપુર, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાએ ભરી અપાવ્યો હતો. આમ, પોલીસે વગર પાસ પરમિટનો ઈંગ્લીશ દારૂની જથ્થો જેની કિંમત રૂપિયા 1,63,200/- અને કાર તથા એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,63,700/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી વિજયભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ કર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. મુદ્દામાલ ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.