તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ સર્જાતા પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય છે. જેને લઈને હવામાન વિભાગે (IMD) બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ સર્જાતા પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં એક લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની નજીકના વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે.

આ લો પ્રેશર વિસ્તાર આગામી 2-3 દિવસમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાંથી પસાર થતા પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં વરસાદની ગતિવિધિઓ વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, લો પ્રેશર અને ચક્રવાત પ્રણાલીની રચનાને કારણે, ઓડિશા અને કેટલાક આસપાસના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના ભાગોમાં રહેતા લોકોને હવામાનની આગાહી સાથે અપડેટ રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જે આગામી 2થી 3 દિવસ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. પશ્ચિમ રાજસ્થાન, તેલંગાણા અને ઓડિશામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને છત્તીસગઢમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.