Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત : માર્ગ અને મકાન વિભાગ-૨ હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચોમાસા દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ અને મકાન વિભાગ ૨(ગ્રામ્ય) હેઠળના રસ્તાઓનું યુધ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું છે. જેમાં નુકશાન પામેલા કુલ ૩.૯૦ કિ.મી લંબાઈના ગેરંટી પિરિયડ હેઠળના રસ્તાની મરામતની કામગીરી કોન્ટ્રકટર દ્વારા અને ૫૮.૦૭ કિ.મી લંબાઈમાં મરામતની કામગીરી માર્ગ અને મકાન વિભાગ ૨ દ્વારા કાચા મેટલ પેચથી પુર્ણ કરવામાં આવી છે. તેમજ ઉઘાડ થયેથી આ રસ્તાઓ પર ડામર પેચની કામગીરી ઝડપથી શરુ કરવામાં આવશે. સુરત (માર્ગ અને મકાન) (ગ્રામ્ય) વિભાગ-૨ હેઠળ ૮૨૫.૫૧ કિમી લંબાઈ ના કુલ ૭૦ રસ્તાઓ છે, જે પૈકી ૪૩૭.૦૭ કિ.મી લંબાઈ ગેરેંટી પિરિયડ હેઠળ છે. ૩૮૮.૪૪ કિ.મી લંબાઈ માર્ગ અને મકાન વિભાગ ૨ હેઠળ છે. આ વિભાગ દ્વારા ચોમાસા, વાવાઝોડું જેવી કુદરતી આફતના સમયે ત્વરિત કામગીરી માટે કુલ ૮ ટીમોનું આયોજન સુરત જિલ્લા ખાતે કરવામાં આવેલા છે. જેમાં મશીનરી તરીકે કુલ ૯ જેસીબી, ૫ ટ્રેક્ટર, ૩ ટ્રક અને ર ડમ્પરનો સમાવેશ થયેલો છે.