Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતીની કમિટીની બેઠક મળી હતી. બેઠકની શરૂઆતમાં માર્ગ સલામતીની અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અંગે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી દવેએ બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે અને ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ માર્ગ સલામતી બાબતે અને અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ ઉપર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીને સત્વરે પૂરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી જાહેર રસ્તા પર ટ્રાફિકનું નિયમોનો સુચારૂ પાલન કરવામાં આવે એવુ જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા એન એચ ૪૮ ઉપર વિવિધ જગ્યાઓ પડેલા ખાડાઓને સત્વરે રીપેર કરવા બાબતે, રેમન્ડ ખડકી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓના કાયમી ઉકેલ બાબતે, હાઇવેના તમામ ઓવરબ્રિજ ઉપર બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે, એન એચ સ્ટેટ કપરાડા હાઇવેનું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સોલ્યુશન બાબતે, વાપી રેલવે સ્ટેશન પાસે થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ બાબતે, હાઇવે ડ્રેનેજ લાઈન ઉપરના કવર સહિતના વિવિધ મુદ્દા જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજૂ કરાયા હતા.