તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

અમેરિકાના ટેક્સાસમાં 21 વર્ષીય નેપાળી વિદ્યાર્થિની મુના પાંડેના મૃત્યુમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાના ટેક્સાસમાં 21 વર્ષીય નેપાળી વિદ્યાર્થિની મુના પાંડેના મૃત્યુમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય મૂળના 51 વર્ષીય બોબી સિંહ શાહની 28મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બોબી સિંહ શાહ પર 24મી ઓગસ્ટે લૂંટના પ્રયાસ દરમિયાન હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજની નર્સિંગની વિદ્યાર્થિની મુના પાંડેને  ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, ભારતીય મૂળના બોબી સિંહ શાહ પર મુના પાંડેને ગોળી મારવાનો આરોપ છે. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે શાહ અને પાંડે ઘટના પહેલા એકબીજાને ઓળખતા હતા કે નહીં.

કોર્ટના રેકોર્ડ મુજબ, આરોપીઓએ બંદૂકની અણી પર મુના પાંડેના એપાર્ટમેન્ટમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના બે દિવસ બાદ પોલીસને સીસીટીવી કેમેરાના આધારે જાણવા મળ્યું કે શનિવારે જ મુના પાંડેનું મોત થયું હતું. જેમાં આરોપી મૃતકના એપાર્ટમેન્ટમાંથી નીકળતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આરોપીએ મુના પાંડેનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. હ્યુસ્ટનનું નેપાળી એસોસિયેશન મુના પાંડેના પરિવારને યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવા માટે મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરવા નેપાળના કોન્સ્યુલેટ સાથે કામ કરી રહ્યું છે.

બીજી તરફ મુના પાંડેની હત્યાની તપાસ ચાલી રહી છે. હ્યુસ્ટનના નેપાળી એસોસિયેશનના દ્રોણ ગૌતમે જણાવ્યું હતું કે, ‘મુના પાંડેની માતા ઘણા દિવસોથી તેમની પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. માતાએ કહ્યું કે તેનો ફોન હંમેશા ઓનલાઈન રહેતો હતો. શનિવારની રાત પછી ફોન ઓફલાઈન હતો. મુના પાંડેને લગભગ ત્રણ ગોળી વાગી હતી. આશા છે કે આ કેવી રીતે થયું તે તપાસમાં જાણવા મળશે.’ નેપાળ કોન્સ્યુલેટના સહયોગથી નેપાળી એસોસિયેશન મુના પાંડેની માતાને હ્યુસ્ટન લાવવા માટે હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યું છે.