તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહુધા તાલુકાના અલીણા રામનગર રોડ ઉપર ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતા મોત થયું હતું. બનાવ અંગે મહુધા પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઠાસરા તાલુકાના સૈયાંત ગામનો મહેશ સનાભાઈ ચાવડા બાઈક લઈને સરદારપુરામાં રહેતા મિત્રને લેવા ગયો હતો. મહેશ બાઈક પર તેના મિત્ર નરેશ જયંતીભાઈ ચાવડાને બેસાડી અલીણા રોડ ઉપરથી પસાર થતો હતો.

ત્યારે અલીણા રામનગર સીમ નજીક પુરઝડપે આવેલી ગાડીએ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલો મિત્ર રોડની ગટરમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ મહેશભાઈ સનાભાઈ ચાવડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે જયેશભાઈ સનાભાઈ ચાવડાએ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.