તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આણંદ જિલ્લામાંથી યુવતી અને પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ શહેરની યુવતી તથા બોરસદ તાલુકામાંથી યુવતી અને પરિણીતા રહસ્યમય રીતે ગુમ થયાના અલગ અલગ બનાવો અનુક્રમે આણંદ અને બોરસદ શહેર પોલીસ મથકોએ નોંધાયા છે. આણંદ શહેરના ઈસ્માઈલ નગર વિસ્તારમાં કબ્રસ્તાન રોડ ઉપર આવેલી ફારૂકી મસ્જિદની પાછળ રહેતા ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખની દીકરી મુસ્કાનબાનું ગત તા.૭ એપ્રિલે ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી.

શોધખોળ બાદ પણ તેણીનો પત્તો ન લાગતા પરિવારજનોએ આખરે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી. બીજા બનાવવામાં બોરસદ તાલુકાના બોદાલ ગામે ઇન્દિરા નગરીમાં રહેતી ૨૭ વષય દક્ષાબેન સુનિલભાઈ ગત તા.૭મીએ કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થતા પતિ સુનિલભાઈએ બોરસદ શહેર પોલીસ મથકમાં જાણ કરી હતી. અન્ય બનાવમાં બોરસદ તાલુકાના અલારસા ગામે રણછોડપુરા કોલોની ખાતે રહેતા ગોપાલભાઈ ભીખાભાઈ સોલંકીની પત્ની હેતલબેન ગત તા.૭મીએ ગુમ થઈ હતી. પરિવારજનોએ સગા સંબંધીમાં શોધખોળ કરવા છતાં ભાળ નહીં મળતા આખરે ગોપાલભાઈ સોલંકીએ બોરસદ શહેર પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી હતી.