તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કન્ટેનરમાં ચોર ખાનામાંથી ૧૫ લાખનો વિદેશી દારૂ જથ્થો મળ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદનાં બોચાસણ બ્રિજ પાસેથી કન્ટેનર આણંદ એલસીબી પોલીસે પકડયું હતું. કન્ટેનરમાં ચોર ખાનામાંથી રૂ.૧૫ લાખ ઉપરાંતના દારૂની ૨,૧૫૭ બોટલોનો જથ્થો ઝડપાયો હતો. જોકે કન્ટેનર બિનવારસી મૂકી ડ્રાઈવર ભાગી જવામાં સફળ રહ્યો હતો. આમ, પોલીસે રૂ.૩૦.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનરના નંબરના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમ વાસદ બગોદરા હાઈવે માર્ગ ઉપર આવેલા બોચાસણ બ્રિજ નજીક વોચમાં ગોઠવાઈ હતી.

ત્યારે બાતમી મુજબની બે ટ્રક એક સાથે આવતા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ હતી. પોલીસે બંને ટ્રકોને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક ટ્રકના ચાલકે રોડની સાઈડમાં ટ્રક ઉભી રાખી હતી. જ્યારે અન્ય ટ્રક પસાર થઈ ગઈ હતી. પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ કરી ભાગી છૂટેલી ટ્રકનો પીછો કર્યો હતો.

જો કે, થોડે દૂર અન્ય ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઊભી કરી બિનવારસી હાલતમાં છોડી પલાયન થઈ ગયો હતો. પોલીસે ટ્રકના આગળના ભાગે તપાસ કરતા એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જેમાં પેટીઓમાં રૂ.૧૫.૦૮ લાખના દારૂની ૨,૧૫૭ બોટલો મળી હતી. પોલીસે દારૂ તથા ટ્રક મળી કુલ રૂ.૩૦.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોરસદ ગ્રામ્ય પોલીસના હવાલે કરતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કન્ટેનરના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.