તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પારડીમાં ગેસ સિલિન્ડરનાં ગોડાઉન સામે કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પારડીનાં સ્વાતિ કોલોની વિસ્તારમાં આવેલ રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ગેસ સિલિન્ડરના ગોડાઉન સામે મામલતદાર કિરણસિંહ રાણાની આગેવાની હેઠળ પુરવઠા વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી.

તંત્રની ટીમે પાડેલા દરોડા દરમિયાન, પ્રિયાંશી એન્ટરપ્રાઈઝ નામની ગો ગેસ કંપનીનાં પારડીનાં એજન્ટ મહેશ ગંગારામ બંસીવાલાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી ગેસના કુલ ૬૯ નાના-મોટા સિલિન્ડર મળી આવ્યા હતા. આ સિલિન્ડરો પૈકી ૧૫ કિલોના ૬ સિલિન્ડર ભરેલી હાલતમાં હતા.

તપાસ દરમિયાન સ્થળ ઉપર ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો મળ્યા ન હતા. વધુમાં નિયમ મુજબ પેસો (એક્સ્પ્લોઝિવ પેટ્રોલિયમ એન્ડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન) અમદાવાદ તરફથી મેળવવાનું ફાયર સેફ્ટી એન.ઓ.સી. પણ મેળવવામાં આવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું. પુરવઠા વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જિલ્લા પુરવઠા અધિકારી તરફથી આ મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.