Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શહેરાનાં દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાનાં દલવાડા ગામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાની માહિતીને પગલે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થયા હતા. ઘટનાને પગલે યુવક-યુવતીના પરિવારજનોએ આક્રંદ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરા તાલુકાનાં દલવાડા ગામે 20 વર્ષીય પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધો છે. દલવાડા ગામે એક જ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક-યુવતીને એકબીજા સાથે પ્રેમસંબંધ હતો. યુવક-યુવતી સાથે રહી શકે તેમ ન હોવાથી બંનેએ ગામના ખેતરમાં આવેલા એક ઝાડ પર લટકી જીવનનો અંત આણ્યો હતો. આપઘાતના બનાવની જાણ થતાં યુવક અને યુવતીના પરિવારજનો અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આપઘાતના બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંનેની લાશ ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહોને શહેરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.