Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાલોડનાં બુહારી ગામની સીમમાં ટેમ્પો અડફેટે બાઈક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડનાં બુહારી ગામનાં બોરડી ફળિયા તરફ જતાં રસ્તાનાં કટ પાસેથી રોડ ક્રોસ કરી બુહારી પાસેનાં શોપિંગ સેન્ટરમાં જવાના રસ્તા તરફ વાળી દેતા સમયે ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડનાં દોડકિયા ફળિયામાં રહેતા ગીરીશભાઈ બચુભાઈ ચૌધરીનાંઓ તારીખ ૨૦/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની બુલેટ બાઈક નંબર જીજે/૧૯/એકે/૬૫૭૬ લઈને તેમની પત્ની તારાબેન સાથે વાલોડથી ડોલવણ જવા નીકળ્યા હતા.

તે સમયે બુહારી ગામનાં બુહારી બોરડી ફળિયા તરફ જતા કટ નજીક બુહારી બેડચીત હાઈવે રોડ ઉપર એક આઈસર ટેમ્પો નંબર જીજે/૨૭/ટીટી/૯૭૭૦નો ચાલક ફિરોજખાન બશીરખાન પઠાણ (રહે.સંધાણા ગામ, તા,માતર, જી.ખેડા)નો પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બુહારીનાં બોરડી ફળિયા તરફ જતા રસ્તાના કટ પાસેથી રોડ ક્રોસ કરી બુહારી પાસેના શોપિંગ સેન્ટરમાં જવાના રસ્તા તરફ વાળી દેતા ટેમ્પોના પાછળનાં વ્હીલ નજીકનાં ભાગેથી અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બુલેટ બાઈક ચાલક ગીરીશભાઈને જમણા હાથે તથા પગે અને કમરના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હતી જયારે તેમની પત્ની તારાબેનને પણ માથાના પાછળનાં ભાગે તથા જમણા પગે થાપાના ભાગે મૂઢ ઈજા પહોંચી હતી. બનાવ અંગે ગીરીશભાઈ ચૌધરી નાંએ તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.