Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વ્યારાનાં જી.ઈ.બી. ઓફિસની સામે સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાના જી.ઈ.બી. ઓફિસની સામે સોનગઢ વ્યારા રોડ ઉપર એક કારનાં ચાલકે પોતાની કાર રોગ સાઈડમાં હંકારી લાવી બાઈકને અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો જેથી આ અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેને સુરત ખાતેની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાના નવી વસાહતમાં આવેલ તુફાની હનુમાનજી મંદિરની ગલીમાં રહેતો યશ દિનેશભાઈ પંડ્યા (ઉ.વ.૨૦)નો તારીખ ૨૦/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એજી/૩૬૧૪ લઈ નીકળ્યો હતો.

તે દરમિયાન વ્યારાના જી.ઈ.બી. ઓફિસની સામે સોનગઢ વ્યારા રોડ ઉપર એક કાર નંબર જીજે/૨૬/એએ/૦૦૨૯નો ચાલક ભરત મંગુભાઈ દરજી (રહે.સાત સરદારબાગ સોસાયટી, બારડોલી)એ પોતાની કબ્જાની કારને પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી બાઈક ચાલક યશને અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં યશ નીચે પડી તેને શરીરે માથાના ભાગે ગંભીરે ઈએજા તથા ડાબા કાનમાંથી લોહી નીકળ્યું હતું.

તેમજ મોઢામાંથી પણ નીકળ્યું હતું અને કમરના ડાબી બાજુ તથા ખભાનાં ભાગે છોલાય ગયું હતું તથા આ અકસ્માતમાં બાઈકને પણ નુકશાન પહોંચ્યું હતું. તેમજ યશને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સુરત ખાતેની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે બાઈક ચાલક યશના મોટા ભાઈ ધવલ દિનેશભાઈ પંડ્યાએ કાર ચાલક સામે તારીખ ૨૧/૦૫/૨૦૨૫ નાંરોજ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.