સુરત જિલ્લાનાં માંડવીનાં કાકડવા ગામથી મોરીઠા ગામ તરફ જતાં રસ્તા ઉપરથી એક કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 21/05/2025 નાંરોજ અલગ-અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે, ‘એક સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની વેન્યુ કાર નંબર GJ/19/BJ/1882માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંડવી અંબાજી નાકા થઇ મોરીઠા ગામ તરફ જનાર છે.’
જે બાતમીનાં આધારે પોલીસ કાકડવા ગામથી મોરીઠા ગામ તરફ જતા રસ્તા ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી કાર આવતાં જોઈ તેને રોકી કારમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કૂલ 600 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,02,320/- હતી. ત્યારબાદ પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમનું નામ પૂછતા એક પોતાનું નામ જીતુ અમરસીંગભાઈ ચૌધરી અને જયદીપ મોહનભાઈ ગામીત (બંને રહે. ખોડંબા ગામ, સ્ટેશન ફળિયું, માંડવી, સુરત)નાં હોવાનું જણાવ્યું હતું.
જયારે વિદેશી દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર ત્રણ ઈસમો જેમાં ભાવેશ ચૌધરી (રહે.ખોળતળાવ ગામ, વ્યારા), કિરણ (રહે.બોરખડી ગામ, વ્યારા) અને રતીલાલ ઉર્ફે રતુ નાંઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે વગર પાસ પરમિટે મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 2,02,320/- અને કાર જેની કિંમત રૂપિયા 5,00,000/- તથા ત્રણ નંગ મોબાઈલ તેમજ રોકડ રૂપિયા મળી કૂલ રૂપિયા 7,19,260/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બે ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યો હતો.




