તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પીપોદરા ખાતે વેપારીની કારમાંથી ૧૪ લાખની ચીલઝડપ કરનાર આરોપી અંકલેશ્વર ખાતેથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચનાં અંકલેશ્વર ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે પીપોદરા ખાતે સુરતના વેપારીની કારમાંથી ૧૪ લાખની ચીલઝડપ કરનાર આરોપીને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, ઉપરાંત તેના ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, નેત્રંગ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી એક્ટિવા સાથે એક શખ્સ રાજપીપળા ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો હોવાની અંકલેશ્વર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળ પર પહોંચી આરોપીને દબોચી લીધો હતો.

પોલીસે જેની પૂછપરછ કરતા તેનું નામ શિવા મુર્થી ચોટીનાયક (રહે.પીપોદરા, તા.માંગરોળ)નાં હોવાનું જણાવ્યું હતું. આ આરોપીએ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી પીપોદરામાં વેપારી ઇકો કાર ચાલકને શિકાર બનાવી કારમાં પંક્ચર પડી કારમાંથી ૧૪ લાખ રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ ૧૪ લાખમાંથી આરોપીને માત્ર ૧૫ હજાર રૂપિયા જ મળ્યા છે, બાકીનાં નાણાં અન્ય ત્રણ સાગરીતો પાસે હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી શિવા ચોટી નાયકને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી જેને કોસંબા પોલીસને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી હતી. ચીલઝડપના ગુનાના અન્ય ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પડવાની કામગીરી હાથ ધરી હતી.