તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

રાજ્યના આ જિલ્લામાં દારૂની બદીને નાથવા માટે એક અનોખો પ્રયાસ : દારૂ વેચનાર-પીનારનું મુંડન, ગધેડા પર જુલૂસ કાઢવાનો ગામલોકોએ નિર્ણય કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમાજની સામે દારૂનું વ્યસન સૌથી મોટો પડકાર બનીને ઊભો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ગામે દારૂની બદીને નાથવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના વેચાણ અને સેવન કરનારનું સામાજિક બહિષ્કાર ઉપરાંત મુંડન કરીને ગધેડા પર જુલૂસ કાઢવાનો ગામલોકોએ નિર્ણય કર્યો છે.

મળતી વિગતો અનુસાર આશરે સાતેક હજારની વસ્તી ધરાવતા ડીસા તાલુકાના ઢુવા ગામના લોકો દારૂના દૂષણથી ત્રસ્ત થઈ ગયા છે અને દારૂનું દૂષણ એટલું વ્યાપી ગયું છે કે યુવાનોની સાથો સાથ બાળકો પણ દારૂના રવાડે ચડેલા છે. જેના કારણે અનેક લોકોના અકાળે મોત પણ થઇ ચૂક્યા હોય અંતે ગામ લોકોએ અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં એક થઈને દારૂબંધીનો નિર્ણય કર્યો હતો.ગામલોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર ઢુવા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરી શકશે નહીં. તે ઉપરાંત, બહારગામનો કોઈ વ્યક્તિ જો દારૂ વેચતો પકડાશે તો તેને ઢુવા ગામમાં મુંડન કરીને ગધેડા પર વરઘોડો કાઢવામાં આવશે અને 11, 000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામમાં દારૂ વેચનારાઓને આ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.