તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News : હવે રાજ્યની તમામ મુખ્ય ખાનગી શાળાઓની સત્તાવાર ફી જાહેર જનતા માટે ઓનલાઈન ઉપલબ્ધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે કરવામાં આવતી ઉઘાડી લૂંટ પર લગામ કસવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ એક મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અત્યાર સુધી અનેક શાળાઓ કમિટી દ્વારા નક્કી કરાયેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી મનફાવે તેવી રકમ વસૂલતી હોવાની ફરિયાદો ઉઠતી હતી.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે રાજ્યની તમામ મુખ્ય ખાનગી શાળાઓની સત્તાવાર ફી જાહેર જનતા માટે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ પગલાથી શિક્ષણ જગતમાં પારદર્શિતા આવશે અને વાલીઓ છેતરાતા બચશે.હવે વાલીઓએ પોતાની શાળાની ફી જાણવા માટે સંચાલકો પર નિર્ભર રહેવું નહીં પડે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની આશરે 5,780 જેટલી ખાનગી શાળાઓની ફી વિગતો FRCની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેમાં એકલા અમદાવાદ ઝોનની જ 2,310 શહેરી અને 394 ગ્રામ્ય શાળાઓનો સમાવેશ થાય છે.વાલીઓ પોતાના બાળકના ધોરણ, માધ્યમ (ગુજરાતી કે અંગ્રેજી) અને બોર્ડ (GSEB, CBSE વગેરે) મુજબ મંજૂર થયેલી ફીનું માળખું આસાનીથી જોઈ શકશે. આ વ્યવસ્થાથી શાળાઓ હવે ફી ઓર્ડર છુપાવી શકશે નહીં.વર્ષ 2017માં ફી નિયમન કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, ઘણી શાળાઓ એડમિશન ફી, ટર્મ ફી કે ઈતર પ્રવૃત્તિઓના બહાને વાલીઓ પાસેથી વધારાના નાણાં ખંખેરતી હતી. પરંતુ હવે નવા નિયમો મુજબ, FRC દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય એક પણ રૂપિયો વધારાનો લેવો ગેરકાયદે ગણાશે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ વહીવટી તંત્ર વધુ કડક બન્યું છે. નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ જ જોગવાઈ રાખવામાં આવી નથી, એટલે કે શાળાઓએ તમામ ખર્ચ નિર્ધારિત ફીમાં જ આવરી લેવાના રહેશે.અગાઉ શાળાઓને તેમના નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ મોટાભાગની શાળાઓ આ આદેશનું ઉલ્લંઘન કરતી હતી. હવે જ્યારે બધી માહિતી ઓનલાઈન છે, ત્યારે વાલીઓ પાસે પુરાવા તરીકે સત્તાવાર આંકડા રહેશે.જો કોઈ શાળા મંજૂર થયેલી ફી કરતા વધુ રકમની માંગણી કરે, તો વાલીઓ સીધા શિક્ષણ વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ કરી શકશે. આ ડિજિટલ ડેટાના આધારે ગેરરીતિ આચરતા શાળા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી હવે સરકાર માટે વધુ સરળ બનશે.