તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Local News : દહેજની માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.2.66 લાખના સ્ટીલના સામાનની ચોરી: અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભરૂચ : દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી માધવ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કંપનીના કેન્ટીન પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ સ્ટેઇનલેસ સ્ટીલ (SS) ના ફ્લેન્જ, પાઇપ અને કેબલ સહિત કુલ રૂ.2,66,400 ની મતાની ચોરી થયાની ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે કંપનીના HR મેનેજર દીપેનભાઈ હર્ષદભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 09/03/2026 ના રાત્રે 21:00 વાગ્યાથી 10/03/2026 ના સવારના 09:00 વાગ્યા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી.

કંપનીમાં હાલ પ્લાન્ટના ફેબ્રીકેશનનું કામ ચાલતું હોવાથી મટીરીયલ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યું હતું. તારીખ 10મીની સવારે જ્યારે કોન્ટ્રાક્ટરના માણસો કામ પર આવ્યા ત્યારે સામાન ઓછો જણાતા તપાસ કરવામાં આવી હતી. ગણતરી કરતા માલુમ પડ્યું હતું કે અજાણ્યા તસ્કરો મોકો જોઈ કંપનીમાં પ્રવેશ્યા હતા અને 4 ઇંચની SS ફ્લેન્જ (નંગ-66), 6 ઇંચની SS ફ્લેન્જ (નંગ-16),4 ઇંચના SS પાઇપ (નંગ-8) તેમજ SS ચેનલ, વેલ્ડિંગ કેબલ અને રેડ્યુસર બેન્ડ સહિતનો સામાન ચોરી કરી ગયા હતા.આ બાબતે કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ દીપેનભાઈ સોનીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.