Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કલોલ હાઈવે પર સર્વિસ રોડ ઉપર અકસ્માત: બાઈક સવાર યુવકનું કરુણ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકામાં બિલેશ્વરપુરા ગામની સીમમાં હેવી મેટલ કંપની સામે સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલા એક મોટરસાયકલ ચાલકે અન્ય બાઈકને ટક્કર મારતા ૩૦ વર્ષીય સુરજ દેવાજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

બનાવની વિગતો અનુસાર મૂળ ચાંદરડા (તા.કડી, જી.મહેસાણા) નો રહેવાસી સુરજ ઠાકોર રાજપુર ખાતે વિદ્રેશ કંપનીમાં નોકરી કરતો હતો. ગત રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે તે પોતાની પલ્સર બાઈક લઈને બિલેશ્વરપુરા હાઈવેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન છત્રાલ તરફથી સામેથી આવી રહેલા પેશન પ્રો બાઈક ના ચાલકે પોતાની મોટરસાયકલ ગફલતભરી રીતે હંકારી સુરજની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સુરજને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનો જમણો પગ કચડાઈ ગયો હતો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ દ્વારા તેને કલોલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મૃતકના માસા લક્ષ્મણજી રવાજી ઠાકોરે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!