Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાંસદા-વઘઈ રોડ પર કારની અડફેટે બાઇક સવાર પિતાનું મોત, કાકા ઇજાગ્રસ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાંસદા-વઘઈ રોડ પર મોટીભમતી ગામના કટ પાસે શનિવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલ ગાડીએ મોટરસાયકલને અડફેટે લેતા પિતાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, ઘોડમાળ ગામના રહીશ શુકરભાઈ સોમલીયાભાઇ ચવધરી (ઉં.વ.55) અને તેમના ભાઈ ઈશ્વરભાઈ ચવધરી પોતાની મોટરસાયકલ નંબર GJ-21-P-7510 પર લગ્નની કંકોત્રી વહેંચીને પરત ફરી રહ્યા હતા. રાત્રિના આશરે 9:00 વાગ્યાના સુમારે મોટીભમતી ગામના કટ પાસે સામેથી આવતી એક સફેદ રંગની રેનૌલ્ટ સ્કેલા કાર નંબર GJ-21-AH-4457 ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં શુકરભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરભાઈને જમણા પગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચતા તેઓ હાલ સારવાર હેઠળ છે.મૃતકના પુત્ર મિનેશભાઇ ચવધરીની ફરિયાદના આધારે વાંસદા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.