Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સંગીતના ચાહકો સહિત સમગ્ર દેશ-વિદેશના લોકો સાથે સૂરના તાતણે બંધાઈને આ દુનિયાને હંમેશને માટે અલવિદા કરનાર સ્વર સામ્રાજ્ઞી આશા ભોસલેને સમગ્ર વિશ્વ શ્રધ્ધાંજલી અર્પી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના કલકવા-ગોડધા ગામના,વતની એવા વ્યારા માહિતી કચેરીમાં ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારી અને ગાયક કલાકાર શ્રી અલ્કેશકુમાર તુલસીભાઈ ચૌધરીએ મુંબઈ ખાતે તેઓના એક કાર્યક્રમના સાક્ષી બન્યાનું ગૌરવ વ્યક્ત કરી સ્વર સામ્રાજ્ઞી આશાજીને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

લોઢા ફાઉન્ડેશન આયોજીત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તા.૨૭/૦૧/૨૦૧૪ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વીર શહિદોના પરિવારને આવકારી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, લતાજી,આશાજી સહિત વિવિધ મહાનુભાવોએ વીર શહિદોને શ્રધ્ધાંજલી આપી તેઓના પરિવારનું સન્માન કરી બિરદાવ્યા હતા. આ પ્રસંગે દેશની આઝાદીની ચળવળ દરમિયાન દેશના અનેક જવાનોએ પોતાનું બલિદાન આપ્યું હતું. એ દિવસોને યાદ કરીને ખાસ શહિદ પરિવારો માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ‘એ મેરે વતન કે લોગો” દેશભક્તિ ગીતને ઉપસ્થિત તમામ એકલાખ લોકોએ લતાજી સાથે ગાયુ હતું. અને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી મુંબઈ,વલસાડ અને ડાંગ માહિતી ખાતાની કવરેજ ટીમ બની હતી. મીડિયા લોન્જમાંથી મહાનુભાવોની મુલાકાત દરમિયાન તાત્કાલિક સોંપવામાં આવેલ ફરજના ભાગરૂપે કરેલ કામગીરીની વિરલ ઘટનાઓ કેમેરામાં કંડારાઈને અદભૂત ક્ષણો અમર બની જતી હોય છે. ત્યારે મહાન હસ્તીઓ સાથે વિતાવેલ ક્ષણો માહિતી પરિવાર સહિત ઉપસ્થિત સૌના માટે કાયમી સંભારણું બની ગઈ છે.

વર્ષ ૨૦૧૪ માં મુંબઈ ખાતે  ‘એ મેરે વતન કે લોગો” લોઢા ફાઉન્ડેશન આયોજીત કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર,આશા ભોસલે  સહિત મહાનુભાવોએ વીર શહિદોને શ્રધ્ધાંજલી આપી શહિદ પરિવારનું સન્માન કર્યું હતું