તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ખાડી યુદ્ધ (Gulf War) ના કારણે બાંધકામ ક્ષેત્રે વપરાતી સામગ્રીમાં અસાધારણ ભાવવધારો થતા કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી બની છે. આ ગંભીર પરિસ્થિતિમાં રાહત આપવાની માંગ સાથે તાપી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

સરકારી કામો અધવચ્ચે અટકી પડવાની ભીતિ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો રાજ્યના વિવિધ વિભાગોના રોડ, રસ્તા, પુલ, ડેમ, કેનાલ, હોસ્પિટલ અને બિલ્ડીંગો જેવા વિકાસના કામો સાથે જોડાયેલા છે. અગાઉ જ્યારે ટેન્ડરો ભર્યા હતા ત્યારે તત્કાલીન બજાર ભાવ અને સરકારી એસ.ઓ.આર. (S.O.R.) મુજબ ગણતરી કરવામાં આવી હતી.

પરંતુ હાલમાં બીટુમીન, સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ, ઇલેક્ટ્રિકલ વાયર અને ફ્લોરિંગ ટાઇલ્સ જેવી સામગ્રીના ભાવમાં તોતિંગ વધારો થતા જૂના દરે કામ પૂર્ણ કરવું આર્થિક રીતે અશક્ય બન્યું છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો અનેક કામો અધવચ્ચે બંધ થવાની શક્યતા છે.

કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન દ્વારા બાંધકામ સામગ્રીમાં થયેલા વધારા સામે વાસ્તવિક બજાર ભાવ અથવા ઇન્વોઇસના આધારે સીધા તફાવતની રકમ ચૂકવવામાં આવે,હાલમાં કાર્યરત પ્રોજેક્ટ્સમાં કોઇપણ પેનલ્ટી વગર સમય મર્યાદા વધારી આપવા માટે નીતિગત રાહત આપવામાં આવે,આ પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરવા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે સમય ફાળવવા સહિતની માંગણીઓ કરી હતી.તાપી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના પ્રમુખ ભીખાભાઈ ઓ. રમણી અને અન્ય હોદ્દેદારોએ આ બાબતે તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા સરકારને નમ્ર વિનંતી કરી છે.