તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાની મોરદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. મોરદેવી મતવિસ્તાર નંબર ૯ (ST અનામત) બેઠકના ભાજપના ઉમેદવાર જોસેફભાઈ કબીરભાઈ ગામીત સામે પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવારે ગંભીર કાનૂની આક્ષેપો સાથે રિટર્નિંગ ઓફિસરને લેખિત ફરિયાદ સોંપી છે.

અપક્ષ ઉમેદવાર કેવસિંગભાઈ ચૌધરીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરદેવી બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. ભાજપના ઉમેદવાર જોસેફભાઈ ગામીતે સોગંદનામામાં પોતાની જ્ઞાતિ ‘હિન્દુ ગામીત’ દર્શાવી છે. જોકે, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસ્તવિકતામાં ઉમેદવાર ખ્રિસ્તી ધર્મ પાળે છે, જે બાબતના પુરાવા તરીકે ચર્ચના ફોટા અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.

ફરિયાદમાં બંધારણીય આદેશ (Constitution (Scheduled Tribes) Order, 1950) ના પેરા ૩ અને ૪ નો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયનો અન્ય ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જનજાતિના અનામત લાભો માટે પાત્ર રહેતી નથી. વધુમાં, સુપ્રીમ કોર્ટના ‘કે.પી. મનુ વિરુદ્ધ સ્ક્રુટીની કમિટી’ જેવા મહત્વના ચુકાદાઓ ટાંકીને દલીલ કરવામાં આવી છે કે ધર્મ પરિવર્તનથી ST દરજ્જો આપોઆપ રદ થાય છે.ઉમેદવારી રદ કરવા અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.અપક્ષ ઉમેદવારે ખોટી માહિતી આપવા બદલ જોસેફભાઈ ગામીતનું ઉમેદવારી પત્રક તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ (R.P. Act 1951) ની કલમ 125A હેઠળ ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ ઉમેદવાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં આ મામલે ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) સમક્ષ ન્યાયિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી છે. આ વિવાદને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે.