તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પરથી કુલ ૧૮૭ જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ભારે ઉત્સાહ સાથે કુલ ૧૧૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી દરમિયાન જરૂરી દસ્તાવેજોના અભાવે અથવા ટેકનિકલ કારણોસર ૪૦ ફોર્મ રદ જાહેર કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ભાગ્ય અજમાવવા માટે ૭૮ હરીફ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

જિલ્લાના આઠ તાલુકાઓની વાત કરીએ તો, તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે ફોર્મ ભરવાનો મધપૂડો છલકાયો હતો. આ બેઠકો માટે કુલ ૫૩૫ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ચકાસણી પ્રક્રિયાના અંતે અહીં સૌથી વધુ ૧૪૭ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ તાલુકા પંચાયતોમાં કુલ ૩૮૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચકાસણી બાદ હવે આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જિલ્લાના રાજકારણનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે.